જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન
આરતી કરી જીવ ટાળે
આરતી કરી જીવ ટાળે
રૌદ્ર આર્ત અપધ્યાન
જય દાદા ભગવાન
પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે દાદા જગ પ્રકાશમાન કરે
જગકલ્યાણે પ્રગટ્યા
જગકલ્યાણે પ્રગટ્યા
અક્રમ જ્ઞાન અવતાર
જય દાદા ભગવાન
પહેલી આરતી દાદા ની ત્રિવિધ તાપ ટાળે દાદા ત્રિવિધ તાપ ટાળે
સર્વ અવસ્થા સમાધિ
સર્વ અવસ્થા સમાધિ
શુદ્ધાત્મા જ્યોત જલે
જય દાદા ભગવાન
બીજી આરતી દાદા ની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે
પોષાય ના પોષાય જગે
પોષાય ના પોષાય જગે
ક્રિયામાં અકર્તા
જય દાદા ભગવાન
ત્રીજી આરતી દાદા ની કેવળજ્ઞાન પામે દાદા કેવળજ્ઞાન પામે
સ્વસંવેદન શક્તિ
સ્વસંવેદન શક્તિ
બ્રહ્માંડ પ્રકાશે સ્વયં
જય દાદા ભગવાન
ચોથી આરતી દાદા ની અદીઠ તપ કરે દાદા અદીઠ તપ કરે
જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી
જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી
સ્વ ચારિત્ર લહે
જય દાદા ભગવાન
પંચમી આરતી દાદા ની કલ્યાણભાવ ભાવે દાદા કલ્યાણભાવ ભાવે
તીર્થંકર પદ પામી
તીર્થંકર પદ પામી
જગ કલ્યાણ કરે
જય દાદા ભગવાન
દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે
એક કૃપા અમીદૃષ્ટિ
એક કૃપા અમીદૃષ્ટિ
તરણ તારણ તારે
જય દાદા ભગવાન
દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે
એક કૃપા અમીદૃષ્ટિ
એક કૃપા અમીદૃષ્ટિ
તરણ તારણ તારે
જય દાદા ભગવાન
જય દાદા ભગવાન
જય દાદા ભગવાન