છે મહાન અમારા દાદા એમની આજ્ઞામાં જ રહીશું
છે અક્રમ મોક્ષના દાતા એમનો જયકાર કરીશું
જય હો જય હો દાદા ભગવાનની જય હો
ભાવ બ્રહ્મચર્યના જાગે આત્મા હવે મીઠો લાગે
દુઃખડા સંસારના ભાગે સુખનો વ્યાપાર કરીશું
છે મહાન અમારા દાદા
કેટલાય જન્મોથી ભટક્યા કેટલીય ગતિમાં રખડ્યા
આ જન્મ મરણથી થાક્યા હવે જ્ઞાનથી મોક્ષે જઈશું
છે મહાન અમારા દાદા
દાદાની અદ્ભૂત છાયા મળતા જ થયા અમે ડાહ્યા
આ મન વચન અને કાયાથી જગ કલ્યાણ કરીશું
છે મહાન અમારા દાદા
ધ્યેય એક અવતારી થવાનો છે હવે અમારા બધાનો
આ અક્રમ માર્ગ મજાનો અમે જ્ઞાનથી પાર કરીશું
છે મહાન અમારા દાદા