છ તત્ત્વમાં નિજ આતમ તત્ત્વ
પરમ જ્યોતિ શુદ્ધ ચેતન સ્વરૂપ
ચૈતન્યઘન અરૂપી અમૂર્ત શાશ્વત
ગુણધામ અનંત સચ્ચિદાનંદ રૂપ
અનંત સુખ સહ ઐશ્વર્યધારક
અલખ નિરંજન ખુદ વિજ્ઞાન સ્વરૂપ
સર્વવ્યાપી સૂક્ષ્મતમ સ્વયં પ્રકાશક
સ્પષ્ટ વેદને હું કેવળજ્ઞાન સ્વરૂપ
અનંત પ્રદેશી ટંકોત્કીર્ણરૂપ
અવિભાજ્ય અસંયોગી મોક્ષ સ્વરૂપ
પ્રદેશે પ્રદેશે આવરણ ખસતા
અનંતાનંત જ્ઞાન પ્રકાશ સ્વરૂપ
આવરણ નિગોદમાં નિરાવણ સિદ્ધે
બ્રહ્માંડ ઝળકે નિજ સ્વરૂપમાં
નિરાકાર નિર્વિશેષ સાદિ અનંત
અહોહો ભવ્ય પૂર્ણ પરમાત્મા
ચૌદ ગુણસ્થાનકના સર્વે સોપાન
વર્ણવ્યા ચૌદેય આપ્તવાણીમાં
અનુપમ અપૂર્વ દેશના રૂપ વાણી
નવાજશે જગત શાસ્ત્રો છે ભાવિ
દાદાશ્રીની ભાવનાની ફલશ્રુતિ
અંતિમ અદ્ભુત આ આપ્તવાણી
મોક્ષમાર્ગી જીવને પથદર્શક આ
જગકલ્યાણર્થે શુભમ્ સમર્પણ