આવો જઇએ જ્ઞાની ચરણે પ્રત્યક્ષ પ્રભુ શરણે
આવો જઇએ જ્ઞાની ચરણે પ્રત્યક્ષ પ્રભુ શરણે
જ્યાં આત્મા ઠરે સહુ ભ્રાંતિ ટળે અંતર શાતા વર્તે પ્રત્યક્ષ પ્રભુ શરણે(૨)
આ જ્ઞાની પુરુષનું શરણું છે શુદ્ધ પ્રેમનું ઝરણું(૨)
અજ્ઞાન અહમ્નું મરણું છે ભવ સાગરનું તરણું(૨)
સહું પાપ ઝલે સહું પાપ હરે નિજ શુદ્ધ સ્વરૂપ મિલે જ્યાં આત્મા
જ્યાં આધી વ્યાધી ઉપાધી સંસારી દુઃખની વર્તે(૨)
નિરંતર આતમ લક્ષે સ્વસુખ સમાધી વર્તે(૨)
અંતર મહેકે આતમ ઉલશે મોક્ષસુખ મહીં વર્તે જ્યાં આત્મા
આવો જઇએ જ્ઞાની ચરણે પ્રત્યક્ષ પ્રભુ ચરણે
જ્યાં આત્મા ઠરે સહુ ભ્રાંતિ ટળે અંતર શાત વર્તે પ્રત્યક્ષ પ્રભુ ચરણે(૨)