ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો
ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો
ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો
ફળનાં પ્રાપ્તિનો સાધકને અંતરઘણો
કાગળ પર દોરેલો દીવો દે પ્રકાશ અંધારે
કાગળ પર દોરેલો દીવો દે પ્રકાશ અંધારે
શાસ્ત્રની આરાધના એમ આતમના ઊઘાડે
ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો
હાજર જ્ઞાની જગાડે આત્મપ્રકાશ
અર્જુનનું જાગે ન વળે સંજયનું કે ધૃતરાષ્ટ્ર
પ્રત્યક્ષ તીર્થંકરનું દર્શન આરાધન પમાડે
પ્રત્યક્ષ તીર્થંકરનું દર્શન આરાધન પમાડે
નિશ્વે મોક્ષ તત્ ભવમાં ન શંકા લગારે
ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો
ભરત ક્ષેત્રે ન મળે કોઈ તીર્થંકર હાલ
મહાવિદેહ ક્ષેત્રે વિચરે સીમંધર હાલ
ભક્તિ સીમંધરની બાંધે ૠણાનુબંધ
ભક્તિ સીમંધરની બાંધે ૠણાનુબંધ
છૂટે બંધનો અહીંના તો બંધાય ત્યાંનો સંબંધ
ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો
એકાવતારી પદની પ્રાપ્તિ અક્રમજ્ઞાન થકી
આત્મજ્ઞાનની પ્રાપ્તિ બેઘડીની જ્ઞાનવિધિ થકી
દાદા એ સાંધો સંધાવ્યો સીમંધર સંગે
દાદા એ સાંધો સંધાવ્યો સીમંધર સંગે
નિશ્વે પરભવ સીમંધરના સુચરણે
ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો
રોમે રોમે સીમંધરનું ગુંજન ભજન
ઘીંગધણી વિણ ખપે ન અન્ય સ્વજન
પ્રભુ ચરણે દિલથી સર્વ સમર્પણ
પ્રભુ ચરણે દિલથી સર્વ સમર્પણ
ભક્તિ પ્રભુ કાજે જગને આ ગ્રંથ સમર્પણ
ભેદ પ્રત્યક્ષ પરોક્ષની ભજના તણો