અપૂર્વ રક્ષાબંધને કોના અપૂર્વ બંધન આજ
અપૂર્વ રક્ષાબંધને કોના અપૂર્વ બંધન આજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
અપૂર્વ રક્ષાબંધને કોના અપૂર્વ બંધન આજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
સ્હાય કોણ નહીં કરે જ્યાં દાદાના હાથ
ચાર નિકાય પુષ્પો વેરે રક્ષાબંધન સાથ
સ્હાય કોણ નહીં કરે જ્યાં દાદાના હાથ
ચાર નિકાય પુષ્પો વેરે રક્ષાબંધન સાથ
કોની મજાલ જ્યાં સૌ સહાય દાદા સર્વોપરી
અભેદના યે અભેદ એ જાય અવસર ના સરી
અપૂર્વ રક્ષાબંધને કોના અપૂર્વ બંધન આજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
પામી જા પ્રત્યક્ષ પ્રગટ સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ
કેવળ આત્મારૂપ થા એ જ મુજ આશ
પામી જા પ્રત્યક્ષ પ્રગટ સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ
કેવળ આત્મારૂપ થા એ જ મુજ આશ
જ્યાં અમીદૃષ્ટિ પડે સ્નેહ સ્મરણ ઊભરાય
ક્યાં કલમ વાણી અરે શબ્દ પર ક્યાં વર્ણાય
અપૂર્વ રક્ષાબંધને કોના અપૂર્વ બંધન આજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
અનુભવ વાણી અનુભવે અનુભવી અનુભવે
અનુભવ પામ દાદા કને મોક્ષ સારું સહુ ટળવળે
અનુભવ વાણી અનુભવે અનુભવી અનુભવે
અનુભવ પામ દાદા કને મોક્ષ સારું સહુ ટળવળે
એકાવતારી બનવા આજ બાંધે જગકલ્યાણ કાજ
હૃદયે અલૌકિક અભિલાષ રાખજે વીરા લાજ
અપૂર્વ રક્ષાબંધને કોના અપૂર્વ બંધન આજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ
મારો વીરો બને જ્ઞાની બાંધે જગકલ્યાણકાજ