આપનું અજોડ દર્શન તારી ગયું હો અનેકો ને
આપનું અજોડ દર્શન તારી ગયું હો અનેકો ને
આપનું
એકે એક શબ્દના સ્વના સૂરના સરતાજની
એકે એક શબ્દના સ્વના સૂરના સરતાજની
ઉગતી જાગતી અસંગની એકમેવ અલિપ્તતા
આપ શક્તિ આપ વિધિ તરણતારીણી તારી ગઈ
આપનું અજોડ દર્શન તારી ગયું હો અનેકો ને
આપનું
યાદ કરવું ના પડે એ લક્ષ બેસાડી દીધું
યાદ કરવું ના પડે એ લક્ષ બેસાડી દીધું
કર્મોદયના ભૂલોના ધોધમાં ખમાસણું વર્તાવ્યું
મહીંથી ઝરતી સહજ ક્ષમા વીરોના વીરની તારી ગઈ
આપનું અજોડ દર્શન તારી ગયું હો અનેકો ને
આપનું
આંખોમાં વીતરાગ મુદ્રા કર્ણોમાં શ્રુત જ્ઞાન સત
આંખોમાં વીતરાગ મુદ્રા કર્ણોમાં શ્રુત જ્ઞાન સત
હસ્તોમાં નિષ્કામ ક્રિયા સ્વરમાં આપનું જ પદ
હૈયે વસતા મહીંથી બોલતા દાદાજી મારા તારી ગયા
આપનું અજોડ દર્શન તારી ગયું હો અનેકો ને
આપનું
સૂક્ષ્મતમ લેવલે છેદ્યો મૂળ અહમ્ કરનારથી
સૂક્ષ્મતમ લેવલે છેદ્યો મૂળ અહમ્ કરનારથી
હલકો ફુલ જેવો ઊંચે ઊડતો છૂટતાં ભરેલા માલથી
એકાવતારી પાંચ આજ્ઞા વચન બળથી તારી ગઈ
આપનું અજોડ દર્શન તારી ગયું હો અનેકો ને
આપનું અજોડ દર્શન તારી ગયું હો અનેકો ને
આપનું