અંતઃકરણને અગને જલાવી
અંતઃકરણને અગને જલાવી
દિનરાત હૃદયને હલાવી
દિનરાત હૃદયને હલાવી
પોશ પોશ હૃદયાશ્રુ વહાવી
પોશ પોશ હૃદયાશ્રુ વહાવી
કળિકાળને કળવિણ કપાવી
કળિકાળને કળવિણ કપાવી
છૂટવાની રાહ જોવરાવી મરવા માટે જીવનદોર લંબાવી
કપરા સંયોગોમાં જીવરાવી પુણ્ય કરતાં પાપો બંધાવી
અંતઃકરણને અગને જલાવી
મહા મહા પુણ્યાત્મા આવી દાદા ભગવાન મેળાવી
મહા મહા પુણ્યાત્મા આવી દાદા ભગવાન મેળાવી
અંતઃકરણની અગન ઠરાવી મુક્તિના ગગને ઉડાવી
અંતઃકરણની અગન ઠરાવી મુક્તિના ગગને ઉડાવી
અક્રમ વિજ્ઞાને આશ્ચર્ય સર્જાવી અક્રમ વિક્રમ ટોચે વરાવી
દેવગતિમાં જયજયકાર કરાવી
દેવગતિમાં જયજયકાર કરાવી
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
મહાવિદેહે સીમંધરને પુગાવી
મહાવિદેહે સીમંધરને પુગાવી
દાદાએ કમાલ કરાવી આપ્તવાણી દસ દિશા વહાવી
દાદાએ કમાલ કરાવી આપ્તવાણી દસ દિશા વહાવી
જગ તને સમર્પણ નિમિત્ત બનાવી અક્રમ ઝંડો ફરકાવી અક્રમ ઝંડો ફરકાવી અક્રમ ઝંડો ફરકાવી