આંખોનું આ દર્શન કેમ કરીએ
આંખોનું આ દર્શન કેમ કરી
આંખોનું આ દર્શન કેમ કરી
સાચું માનું ખોટું માનું
સાચું માનું ખોટું માનું
અવિરત આરાધક દિવ્ય દ્રષ્ટિ
અવિરત આરાધક દિવ્ય દ્રષ્ટિ
સત્યાસત્ય પરિત્યાગ જાણું
સત્યાસત્ય પરિત્યાગ જાણું
ઓ અનંત સુખના ધામ પ્રભુ
અલ્પ સુખેચ્છા કેવા રોકે મને
ઓ અનંત સુખના ધામ પ્રભુ
અલ્પ સુખેચ્છા કેવા રોકે મને કેવા રોકે મને
જે દ્રષ્ટિ જે દ્રષ્ટિ સ્વ પરિણતી લહે
એ દ્રષ્ટિ સ્વયં સુખ લહે
એ દ્રષ્ટિ સ્વયં સુખ લહે
આંખોનું આ દર્શન કેમ કરી
આંખોનું આ દર્શન કેમ કરી
સાચું માનું ખોટું માનું
સાચું માનું ખોટું માનું
બુદ્ધિએ માન્યું સાચું સર્વે
હ્રુદિયે જ ઉતારો બોધ હવે
અબુધ દશા નિર્વિકલ્પની
કૃપયા ભરી દયો ઓ કરુણામૂર્તિ ઓ કરુણામૂર્તિ
ન્યાય ખોળીશ નહીં
ન્યાય ખોળીશ નહીં અબુધ બનીશ
કૃપા કરૂણા સ્વયં અહોનિશ
આંખોનું આ દર્શન કેમ કરી
આંખોનું આ દર્શન કેમ કરી
સાચું માનું ખોટું માનું
સાચું માનું ખોટું માનું
શાતા ને અશાતામાં તપતો આ દેહ
સ્થૂળ સ્વપ્નાનો આ એક સંદેહ
મારું શું છે તે સૌ જાણ્યા પછી
સ્વપ્ન મહીં ભૂલો કેમ થતી ઓ કેમ થતી
વિનાશીનું વિનાશીનું પલ પલ વિસર્જન થતું
સદેહે વિદેહી થતું રહ્યું
સદેહે વિદેહી થતું રહ્યું
આંખોનું આ દર્શન કેમ કરી
આંખોનું આ દર્શન કેમ કરી
સાચું માનું ખોટું માનું
સાચું માનું ખોટું માનું
કોઈ ક્ષેત્રના સ્પંદન સામે આવ્યા
ક્યા ભાવોના બંધન સામે આવ્યા
કોઈ ક્ષેત્રના સ્પંદન સામે આવ્યા
ક્યા ભાવોના બંધન સામે આવ્યા હો સામે આવ્યા
પર આધિન હતું
પર આધિન હતું પરાધિન રહ્યું
કોણે જાણ્યું સમ દર્શનથી
ભાવશુદ્ધિથી પ્રાપ્તિ દ્રવ્યશુદ્ધિ
ભાવાતીતમ્ વીતરાગ જાણું
ભાવાતીતમ્ વીતરાગ જાણું
આંખોનું દર્શન કેમ કરી
આંખોનું દર્શન કેમ કરી
સાચું માનું ખોટું માનું
સાચું માનું ખોટું માનું
અવિરત આરાધક દિવ્ય દ્રષ્ટિ
અવિરત આરાધક દિવ્ય દ્રષ્ટિ
સત્યાસત્ય પરિત્યાગ જાણું
સત્યાસત્ય પરિત્યાગ જાણું
આંખોનું દર્શન કેમ કરી
આંખોનું દર્શન કેમ કરી
સાચું માનું ખોટું માનું
સાચું માનું ખોટું માનું