અંધારા કોટિ વર્ષના
અંધારા કોટિ વર્ષનાં પળ સાઠમાં ઉલેચશે
ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે
તેત્રીસ કોટિ દેવી દેવતા શાંતિ કાજે આવજો
સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે
વાણી દાદા ભગવાન ની તીર્થંકરો સાંભળે
સર્વજ્ઞનાં સુચરણો મહીં આતમ શાતા પામશે
દાવાનળની જવાળા મહીં બ્રહ્માંડ પણ ભડકે બળે
પાતાળી ઝરણ કરુણા ભર્યાં જળ શીતળ છંટકારશે
અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે
ચરમ ચોવીશી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે
ૐ ર્હ્રિં દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ