અનંત કાળથી
અનંત કાળથી ઝંખતો હું
અનંત કાળથી ઝંખતો હું આતમનો ઉજાસ
હું ની શોધ ન ફળી તેથી રહ્યો ઉદાસ
અનંત કાળથી ઝંખતો હું
મૂળ દ્રષ્ટિ ખુલી ઝળહળતું દીઠું સ્વ સ્વરૂપ
મૂળ દ્રષ્ટિ ખુલી ઝળહળતું દીઠું સ્વ સ્વરૂપ
દ્રવ્યકર્મ નાં ચશ્મા ભેદ્યા
દ્રવ્યકર્મ નાં ચશ્મા ભેદ્યા ઊડ્યું ભાવકર્મ નું મૂળ
નોકર્મ માં પ્રકૃતિ પિછાણી
નોકર્મ માં પ્રકૃતિ પિછાણી પામ્યો પ્રકૃતિ પાર
પુરુષાર્થમાં પ્રજ્ઞા પામી દૂર થયો અંધકાર
અનંત કાળથી ઝંખતો હું
એક પુદ્ગલ જોયું નિજનું દીઠી દશા વીર
એક પુદ્ગલ જોયું નિજનું દીઠી દશા વીર
જ્ઞાયક સ્વભાવ રમણતા સહજ
જ્ઞાયક સ્વભાવ રમણતા સહજ આત્મા ને શરીર
પ્રકૃતિ નિહાળી રહ્યો ને થયો
પ્રકૃતિ નિહાળી રહ્યો ને થયો અંતે પરમાત્મા
જ્ઞાતા નો જ્ઞાતા સદા તે કેવળ જ્ઞાનસ્વરૂપાત્મા
અનંત કાળથી ઝંખતો હું
અહો અહો દાદે દીધું ગજબ અક્રમ વિજ્ઞાન
અહો અહો દાદે દીધું ગજબ અક્રમ વિજ્ઞાન
ન કોઈ શાસ્ત્રે કે જ્ઞાનીએ
ન કોઈ શાસ્ત્રે કે જ્ઞાનીએ અગોપ્યું આવું વિજ્ઞાન
યુગો યુગો સુધી મહેંકશે
યુગો યુગો સુધી મહેંકશે દાદો અધ્યાત્મ ક્ષેત્રે
ન ભૂતો ન ભવિષ્યતિ ન પડશે કોઈ નેત્રે
અનંત કાળથી ઝંખતો હું
શું કહું તેં જે દીધું મને શબ્દો લજાઈ મરે
શું કહું તેં જે દીધું મને શબ્દો લજાઈ મરે
મુજ અહો અહો ભાવ વાંચ હે
મુજ અહો અહો ભાવ વાંચ હે અંતર્યામી અરે
તું જે કાજે ઝઝૂમ્યો
તું જે કાજે ઝઝૂમ્યો અંતિમ શ્વાસ લગી જીવન
તે કાજે આપ્તવાણી તેર જગ ચરણે સમર્પણ
અનંત કાળથી ઝંખતો હું આતમનો ઉજાસ
હું ની શોધ ન ફળી તેથી રહ્યો ઉદાસ
હું ની શોધ ન ફળી તેથી રહ્યો ઉદાસ