અનંત ભવની ભટકણોથી
અનંત ભવની ભટકણોથી દાદા અમને તારો
માંગીએ છીએ આજે અમે આ અક્રમ મોક્ષ અમારો
નથી રહેવું અમારે આ સંસારમાં
માયાની આ કેવી કેવી ઝંઝાળોમાં
પાંચમા આરામાં પણ વર્તે અંદર ચોથો આરો
માંગીએ છીએ
પાંચ આજ્ઞામાં રહી કાઢીશું આ જીવન
મહાવિદેહમાં થાશે સ્વામી સીમંધરનું મિલન
મનમાં અમારા આવે કાયમ માટે આવા વિચારો
માંગીએ છીએ
મોક્ષના માર્ગ પર ચાલી પડશું અમે
દુનિયાની તકલીફોથી છૂટકારો બહુ ગમે
જન્મ મરણના ભવસાગરનો માત્ર છે આ કિનારો
માંગીએ છીએ
જગના સૌંદર્યમાં નથી કરતા સહી
હવે તો અમે રહીશું બસ શુદ્ધાત્મા મહીં
જગની સુંદરતાને છોડી બર દાદાને નિહાળો
માંગીએ છીએ