અમોને મોક્ષ મળતો' તો છતાં રોકાઈ ગ્યાં જાણી
અમારી ભાવના જ હતી જગતકલ્યાણ કરવાની
અમે ખુદ મોક્ષ રોક્યો'તો 'વ્યવસ્થિત' શોધને કાજે
અમે ખુદ મોક્ષ રોક્યો'તો 'વ્યવસ્થિત' શોધને કાજે
અબજ વર્ષો જે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં આજે
અનાદિથી પરાપૂર્વે કરું છું 'હું' જ એ ભ્રાંતિ
સમજની ઊંધી સમજણથી ડૂબી વિભાવમાં આંટી
છ તત્ત્વોનું જ સંમેલન મિલનમાં ગુપ્ત વિસર્જન
પ્રતિષ્ઠિત આતમા કર્તાપદે બેસી કરે સર્જન
પ્રયોગે કર્તાપદનું ભાન પ્રયોગી સ્વરૂપે વિભ્રાંત
સ્વયંભૂ યા જ સર્વજ્ઞ અકર્તાપદથી દ્યે નિજભાન
'કરે છે કોણ ?' એ સમજે તો ઊકલે કાયમી કોયડો
'કરે છે કોણ ?' એ સમજે તો ઊકલે કાયમી કોયડો
કરામત પુદ્દગલની બાજી સ્વાભાવિક જ્ઞાન-નેત્રે જો
અતિ મુશ્કેલ સમજાવું વિના 'સર્વજ્ઞ'ની કિરપા
સરળને સહેજે સમજાયું અપીડ 'આ' મોક્ષસુખ-સંપદા
ખૂણેખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું
ખૂણેખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું
'નથી ભગવાન કોઈ કર્તા જગત આખું સ્વયંભૂ થ્યું'
છું ઇતિહાસેય હું અજોડ
છું ઇતિહાસેય હું અજોડ જગતમાં મૂળ હું પરથમ
જિનેશ્વરી મૂર્ત 'આ' 'અક્રમ' પહોંચ્યું આજ છે વિક્રમ
અનંતા યુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન
જગતને ખુલ્લેઆમ કહ્યું : હું કારણ અગુરુ-લઘુત્તમ
અરે જે કાને નહિ અક્કલ તે દોડે ગામનો રંજન
યહા ભરભાડ ઘનચક્કર લૂટાતું ગદ્દારોનું ઘન