અમને તમારા ચરણોમાં લેજો
અમને તમારા શરણોમાં લેજો હે સીમંધર સ્વામી

કેવળ મોક્ષનું લક્ષ જ રહેજો કૃપા ઉતારો તમારી
મનડું અમારું ઝંખે તમારું
મનડું અમારું ઝંખે તમારું
પલ પલ મિલન હો પ્રભુ

નિજ દોષ દર્શન કરીયે જ્ઞાનના પ્રકાશથી
આવરણોથી મુક્ત બનીયે જ્ઞાનીના સત્સંગથી
બીજથી પૂનમ સુધી આનંદની અનુભૂતી
નિજ દોષ દર્શનથી નિર્દોષ બનીયે
નિજ દોષ દર્શનથી નિર્દોષ બનીયે
પ્રકૃતિને નિહાળીયે
અમને તમારા શરણોમાં લેજો હે સીમંધર સ્વામી
કેવળ મોક્ષનું લક્ષ જ રહેજો કૃપા ઉતારો તમારી
અહમ્ના ચૂરા કરીશું દાદાઈ દષ્ટિથી
બુદ્ધિને બાજુ મૂકીશું સામાયિક ને પ્રતિક્રમણથી
દાદાએ કેવું દીધું વિજ્ઞાન વીતરાગી
ભૂલો અમારી દષ્ટિ તમારી
ભૂલો અમારી દષ્ટિ તમારી
ઉગારો કૃપાએ કરી
અમને તમારા શરણોમાં લેજો હે સીમંધર સ્વામી
કેવળ મોક્ષનું લક્ષ જ રહેજો કૃપા ઉતારો તમારી
તન-મન અર્પણ કરીએ પરમ વિનયથી
જ્ઞાનીને આધીન રહીએ સંપૂર્ણ સમર્પણથી
અહો અહો હે સ્વામી કરજો કૃપા તમારી