અમી ભરેલી આંખડી જેની ને કરુણા સભર સ્મિત
દર્શન જેનાં અંતર ઠારે ને લાગે મનના મિત
દાદા છે જગથી ન્યારા લાગે છે સહુને મ્હારા
દાદા છે જગથી ન્યારા લાગે છે સહુને મ્હારા
કોટ ટોપી અંગ ધર્યાંને ધોતી ધવલ સોહાય
કોટ ટોપી અંગ ધર્યાંને ધોતી ધવલ સોહાય
જ્ઞાની મહીં દાદા ભગવાન કળ્યા નહીં કળાય
જોઈશમાં ખોળીયું મૂઆ આંખોથી ઓળખી લેવા
જોઈશમાં ખોળીયું મૂઆ આંખોથી ઓળખી લેવા
અજબ ગજબ અક્રમ જ્ઞાની શબ્દે ના સમાય
અજબ ગજબ અક્રમ જ્ઞાની શબ્દે ના સમાય
અગમ નિગમ ભેદ વિજ્ઞાની જ્ઞાન તણા પર્યાય
જ્ઞાન જેના હ્રુદિયા મહીં પ્રત્યક્ષ આ પ્રગટ અહીં
જ્ઞાન જેના હ્રુદિયા મહીં પ્રત્યક્ષ આ પ્રગટ અહીં
સત્સંગ સ્મરણ આત્મા ઠારક આશ્ચર્ય આ અગિયાર
સત્સંગ સ્મરણ આત્મા ઠારક આશ્ચર્ય આ અગિયાર
જ્ઞાન વિધિમાં બાળી પાપો કંઈક કર્યા ભવ પાર
શુદ્ધાત્માનાં લક્ષ પ્રતિતિ પંચાજ્ઞા જો રક્ષા કરતી
શુદ્ધાત્માનાં લક્ષ પ્રતિતિ પંચાજ્ઞા જો રક્ષા કરતી
કામ કાઢી લ્યો કામ કાઢી લ્યો કહ્યું કૈંક વાર
કામ કાઢી લ્યો કામ કાઢી લ્યો કહ્યું કૈંક વાર
લોક તોયે સમજ્યું નહીં ઓળખ્યા ન કિરતાર
નહીં હવે કોઈ સહારો જ્ઞાની વિણ ક્યાં છે આરો
નહીં હવે કોઈ સહારો જ્ઞાની વિણ ક્યાં છે આરો
અંતીમ અભય બાંયધરી આ ધરજો હ્રુદિયા માંય
અંતીમ અભય બાંયધરી આ ધરજો હ્રુદિયા માંય
પરપોટો આ ફુટી જશે તોય જઈશું નહીં અમે ક્યાંય
બેસીશું મહાત્મા મહીં રહીશું અહીંના અહીં
બેસીશું મહાત્મા મહીં રહીશું અહીંના અહીં
દાદા છે જગથી ન્યારા લાગે છે સહુને મ્હારા