અમે ઝુમી રહ્યા આનંદમાં હો આનંદમાં
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા
હે હવે વારા છે ભૂલોને ભાગવાના હો ભાગવાના
કે મળ્યા તારણહારા કે ભૂલને ભાંગનારા અમે ઝુમી
હે ડિસ્ચાર્જ ભૂલોના નીકળતા ઢગલા
છૂટાશે કેમ એ જ હતા મૂંઝવણમા
ત્યાં તો જ્ઞાનીએ લીધા એવા લપટમાં એવા ઝપટમાં
હવે ભૂલો છે એમની નજરકેદમાં કે મળ્યા
હે પ્રેમ અને તાપ બેઉ રાખીને આંખમાં
ઘડતરના ટપલા મારે છે જોરમાં
નીચે રાખે છે હાથ રહી અભેદભાવમાં
જેથી ભાંગે નહીં ને ઘડાય ઘાટમાં કે મળ્યા
હે ક્યારે ઘડાશે એ નથી ફિકરમાં
હવે ભૂલો થથરતી ને અમે આનંદમાં
જ્યાં જ્ઞાનીએ ઝાલ્યો છે હાથને હાથમાં
હવે વરશું મુક્તિને નિરાંત ને નિરાંતમાં કે મળ્યા
હે છૂપું નથી કંઈ આપની પાસમાં
કારણ તમે છો મારો જ આત્મા
હવે ગાળીશું આ ભવ આજ્ઞા ધરમમાં
અને અડશું પૂનમને બસ એક જ અવતારમાં કે મળ્યા