અમે ભેખ જે લીધો છે
અમે ભેખ જે લીધો છે જગત કલ્યાણ કાજે
ખુણે ખુણે બ્રહ્માંડે પહોંચાડીને રહીશું
અભેદતાના પાઠો દુનિયાને ધરી દઈશું
ધર્મોમાં ભેદભાવો મીટાવીને રહીશું
આલોકને ત્રિલોકે ડંકો વગાડી દઈશું અમે ભેખ જે
સેવાના સહુ કાર્યો અકર્તા થઈને કરીશું
લઘુત્તમતાથી રહીને વિશ્વે જીવી જઈશું
શૂરવીરતા રેલાવી (૨) કર્મોનો ક્ષય કરીશું અમે ભેખ જે
જ્ઞાનીના શરણે રહીને સંકલ્પ એક લઈશું
શુદ્ધ બ્રહ્મચર્ય પાળી કૃપાને પાત્ર થઈશું
આ ભવ અમે ઉજાળી (૨) એકાવતારી થઈશું અમે ભેખ જે
દાદાના મોક્ષની વાતો સહુ કોઈને કહીશું
કેવા હતા એ જ્ઞાની ઓળખાણ સહુને દઈશું
નીરુમા ને દીપકભાઈનું (૨) સ્વપ્ન સાકાર કરશું અમે ભેખ જે
નીરુમાનો પ્રેમ ચાખ્યો તેને નહીં ભૂલીશું
શુદ્ધ પ્રેમની જે વ્યાખ્યા તેને તો સિદ્ધ કરીશું
નીરુમાનું પાળી પ્રોમીસ (૨) પ્રેમ સ્વરૂપ થઈશું અમે ભેખ જે