જય જગદંબે મા ૐ જય અંબે માતા
આરતી તારી ઉતારી
આરતી તારી ઉતારી
શક્તિ સાધુ સદા
ૐ જય અંબે માતા
આદ્યશક્તિ સ્વરૂપ છે તું પ્રાકૃતિક દેવી મા પ્રાકૃતિક દેવી
સહજ પ્રકૃતિ થાતી
સહજ પ્રકૃતિ થાતી
ભજના તુજ કરતાં
ૐ જય અંબે માતા
મૃદુતા ઋજુતા પામે હૃદયસ્પર્શી ભાષા મા હૃદયસ્પર્શી ભાષા
ત્રિયોગે અહિંસક થઈ
ત્રિયોગે અહિંસક થઈ
સુખ શાંતિ દેતાં
ૐ જય અંબે માતા
નેમિનાથના શાસન દેવી સર્વ ધર્મે માન્યા મા સર્વ ધર્મે માન્યા
મોક્ષગામીના વિઘ્નો
મોક્ષગામીના વિઘ્નો
સહેજે દૂર કરતાં
ૐ જય અંબે માતા
પુરુષ અને પ્રકૃતિના ભેદો જ્ઞાની થકી ભેદાય મા દાદા થકી ભેદાય
ભેદ પછીની ભક્તિથી
ભેદ પછીની ભક્તિથી
પ્રકૃતિ છેદાય
ૐ જય અંબે માતા
તારા રૂપમાં ભાળું દુર્ગા કાલી મહા મા દુર્ગા કાલી મહા
બહુચર ખોડીયાર માને
બહુચર ખોડીયાર માને
પાંચાંગુલી પદ્મા
ૐ જય અંબે માતા
દિલથી તારી આરતી જે કોઈ ગાશે મા જે કોઈ ગાશે
અભ્યુદય ફળ પામી
અભ્યુદય ફળ પામી
આનુષંગિક વરશે
ૐ જય અંબે માતા
દિલથી તારી આરતી જે કોઈ ગાશે મા જે કોઈ ગાશે
અભ્યુદય ફળ પામી
અભ્યુદય ફળ પામી
આનુષંગિક વરશે
ૐ જય અંબે માતા