ભૂલકા ઉવાચ
અમારી ભાવનાનું જોર ઉઠાવે કષાયના ઠાણા (૨)
જ્યમ એક જ સૂર્યનું કિરણ હઠાવે રાત્રિના ઠાણા (૨)
અમારી ભાવનાનું જોર ઉઠાવે કષાયના ઠાણા
પરસ્પર શુદ્ધ પ્રેમ સંયોગ સીંચે અભેદતાના ભાવ
નથી જ્યાં હું ને તું નું સ્થાન નથી સંસારી ભાવાભાવ
સંધાઈ આજ ધ્યેય કડી સમાણી પ્રેમમૂર્તિ હૃદે
અમી દૃષ્ટિ દીઠી મેં આજ નિતરતા નેણે નવડાવે (૨)
અમારી ભાવનાનું જોર ઉઠાવે કષાયના ઠાણા
ઊઠી નાચી ધરતી ધીંગ ધડીમ જીત્યો હું ચૌદલોકી રાજ
અમૂલ્ય વસ્તુ મળી પાછી હૃદય કબાટમાં જકડી
સલામત છે હવે મારી અમૂલ્ય વસ્તુ હૃદય ગુફે
હવે તો ખોલું ના કદી રખે કોઈની નજરું વીફરે (૨)
અમારી ભાવનાનું જોર ઉઠાવે કષાયના ઠાણા
હતી મારી ને છે રહેશે દેખાડીશ એક દિન જગને
એ મૂર્તિ પૂર્ણતાને વરી દર્શનીય વંદનીય પદે
ને હું તો બેઠો હોઈશ ખૂણે વાંચીશ ભક્તોના હૃદયો
ઊભરતા પ્રેમ આનંદ જોઈ આ છલકે નેણ મુજ પ્રેમે (૨)
અમારી ભાવનાનું જોર ઉઠાવે કષાયના ઠાણા
અમૂલ વસ્તુ મેળવીને જગતને આપું સર્વપણે
નથી વસ્તુ ને હું જુદા વસ્તુ જ્યાં હશે ત્યાં હું
બન્યો જે મારો સહારો આજ બને એ જગનો આવતી કાલ
નયનની ભાવના મૂર્તિ બને પ્રત્યેક નયનના નૂર (૨)
અમારી ભાવનાનું જોર ઉઠાવે કષાયના ઠાણા