પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે અહીં પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
અમ હૈયુ રહે નવ હાથ રે હરખે આનંદ ને ઉલ્લાસથી (૨)
મારા દાદાના દર્શન કરતા અહીં પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
હવે પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે(૨)
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે અહીં પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
મારા દાદા તો જગમાં અજોડ છે
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
મારા દાદા તો જગમાં અજોડ છે
સર્વ પઝલોના આપે એ ફોડ એમને જોતા જ હૈયુ ઠરી જાય રે
ભવોભવના પાપો બળી જાય રે
દાદા આપના જેવું મારે થાવું રે વરસો કૃપા ને કરુણા આપની
અમ હૈયુ રહે નવ હાથ રે હરખે આનંદ ને ઉલ્લાસથી
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે અહીં પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
જીવન આ મળ્યું છે મહામૂલ્ય
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
જીવન આ મળ્યું છે મહામૂલ્ય
બનાવું કેમ રે એને અમૂલ્ય દાદા પ્રગટાવો આતમ જ્યોતિ રે
પરમહંસ ચૂગે ધવલ મોતિ રે
હવે એકાવતારી થાવું મારે રે હોજો આવતો ભવ સંગાથ રે
અમ હૈયુ રહે નવ હાથ રે હરખે આનંદ ને ઉલ્લાસથી
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે અહીં પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
દાદા નિખાલસ હાસ્ય એવું આપજો
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
દાદા નિખાલસ હાસ્ય એવું આપજો
દોષો અમારા સર્વે આપ કાપજો આખા વિશ્વ ફેલાવો સુખ શાંતિ
તોડો અંત અનાદીની ભ્રાંતિ
પરમ વિનય પ્રગટાવો મુજ રુદિયે સંપૂર્ણ સમર્પણ ભાવથી
અમ હૈયુ રહે નવ હાથ રે હરખે આનંદ ને ઉલ્લાસથી
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે અહીં પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
દોષો કોઈના હવે જોવાય નહીં
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે
હો દોષો કોઈના હવે જોવાય નહીં
કોઈનું દિલડું અમથી દુભાય નહીં
અમે રહીએ સૌ પ્રેમથી સંગાથ રે
અભેદતાને શુદ્ધ પ્રેમની વાટે રે
વહે જીવન કલ્યાણને કાજ રે એ જ ધ્યેય નિશ્ચય છે આજથી
અમ હૈયુ રહે નવ હાથ રે હરખે આનંદ ને ઉલ્લાસથી
હરખે આનંદ ને ઉલ્લાસથી (૩)
પ્રત્યક્ષ મોક્ષ વર્તાય રે