અક્રમજ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે
કોટી કોટી લોકોના હૃદયકમળમાં છાજે
અક્રમજ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે
કોટી કોટી લોકોના હૃદયકમળમાં છાજે
દાદાનું આપ્તમંદિર પહોંચી શકે ના ઘર ઘર
આપ્તવચનોમાં મેહુલ વર્ષાવે નિત ઝરમર
મુક્તિમાર્ગે દીપ સમ અક્રમ પ્રકાશે આતમ
ગુપ્ત સરસ્વતી વહી અક્રમજ્ઞાન નીરુપમ
અક્રમજ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે
કોટી કોટી લોકોના હૃદયકમળમાં છાજે હૃદયકમળમાં છાજે
તપ્ત હૃદય ધરાને અક્રમની આણ ઠારે
આતમની ઝંખના સહ પુગ્યા છે જ્ઞાની દ્વારે
દર્શન જ્ઞાન ચરિતના નથી ભેદ શેષ જિહાં
જ્ઞાની તણી દશા એ અભેદ ભાવ તિહાં
અક્રમજ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે
કોટી કોટી લોકોના હૃદયકમળમાં છાજે હૃદયકમળમાં છાજે
સંસારી વેષે સાધુ વિષયોમાં નિર્વિષયી
તપ ત્યાગની ન કડાકૂટ દીઠાં પ્રભુ મેં સ્વાશ્રયી
સ્વ સુખમાં શમાયું ભટકતું ચિત્ત પ્રસન્ન
ચિત્તશુદ્ધિનું છે સાધન દાદાનું નિદિધ્યાસન
અક્રમજ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે
કોટી કોટી લોકોના હૃદયકમળમાં છાજે હૃદયકમળમાં છાજે
વાણીનું નિદિધ્યાસન આપ્તવાણી દિવ્ય માધ્યમ
ખુલ્યા હૃદયના દ્વારો પ્રગટ્યા દીપ આતમ
સમકિત આપે જ્ઞાની મોક્ષના કામી શરતે
સ્યાદ્વાદ વચને પ્રત્યક્ષ મુક્તિ વરતે
અક્રમજ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે
કોટી કોટી લોકોના હૃદયકમળમાં છાજે
દાદાનું આપ્તમંદિર પહોંચી શકે ના ઘર ઘર
આપ્તવચનોમાં મેહુલ વર્ષાવે નિત ઝરમર
મુક્તિમાર્ગે દીપ સમ અક્રમ પ્રકાશે આતમ
ગુપ્ત સરસ્વતી વહી અક્રમજ્ઞાન નીરુપમ
અક્રમજ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે
વિક્રમની ટોચે બિરાજે વિક્રમની ટોચે બિરાજે
વિક્રમની ટોચે બિરાજે વિક્રમની ટોચે બિરાજે
હૃદયકમળમાં છાજે હૃદયકમળમાં છાજે હૃદયકમળમાં છાજે