અજવાળો આત્મદીપમાળાએ આ દિવ્ય દિવાળી
દાદાએ અંધારી રાતો આતમ દીપે અજવાળી અજવાળો
પ્રગટેલા આતમદીપે પ્રગટાવો અનેક દીપકો
હે મહાત્માઓ આનાથી તર્પણ દાદાને શું અધિકો
વિના દીપમાળે દિવાળી નિત્ય સ્વરૂપલક્ષીઓની
સંસારે અસંસારી અચરજો અક્રમ અપક્ષીઓની અજવાળો
નૂતન વર્ષે નૂતન નિશ્ચયો મોક્ષ ને જગ કલ્યાણે
દાદા શક્તિ પ્રદાને પૂર્ણ કળાએ આ અપૂર્વ ટાણે
લૂંટો લૂંટાવો મહાત્માઓ આત્મશક્તિનો અખૂટ ખજાનો
દાદાએ આપ્યો ન ભૂતો ન ભવિષ્યે અક્રમ મજાનો અજવાળો
સર્વ દેવદેવીઓ સદા અક્રમ મહાત્માઓને રક્ષે
સામે સંપૂર્ણ પ્યોરિટિ મહાત્માઓની માત્ર તેમને ખપે
ચાલો આજે ભજીએ પ્રગટ નિજ દીપને દિવાળીએ
હું હું માં સમાઉં પરમાણુ માત્રને આજ ન અડીએ અજવાળો