અહો કળિકાળે
સહજતા સમર્પણ
અહો કળિકાળે અદ્ ભુત આશ્ચર્ય સર્જાયા
અહો કળિકાળે અદ્ ભુત આશ્ચર્ય સર્જાયા
જ્ઞાની કૃપાએ સ્વરૂપના લક્ષ પમાયા
અહો કળિકાળે અદ્ ભુત આશ્ચર્ય સર્જાયા
આત્મા અનાત્માના સિદ્ધાંતિક ફોડ સમજાયા
આતમજ્યોત પ્રકાશે મોક્ષે કદમ મંડાયા
પ્રકૃતિથી જુદા થઈ પુરુષ પદે સ્થિર થયા
પ્રતિષ્ઠા બંધ થઈ પ્રતિષ્ઠિત ના જ્ઞાતા થયા
અહો કળિકાળે અદ્ ભુત આશ્ચર્ય સર્જાયા
નિજ અપ્રયાસે મન વાણી કાયા નોખા નિહાળ્યા
અહમ્ બુદ્ધિ વિલયે ડખોડખલ બંધ ભાળ્યા
વ્યવસ્થિત ઉદયે ડિસ્ચાર્જના જ્ઞાતા રહ્યા
સહજ પ્રકૃતિ થાતા નિરાલંબ પોતે થયા
અહો કળિકાળે અદ્ ભુત આશ્ચર્ય સર્જાયા
સહજ આ અનુભવે સહજ ના મર્મ સમજાયા
સર્વજ્ઞ સ્વરૂપ આ જ્ઞાની સહેજે ઓળખાયા
જ્ઞાનીની સહજ વાણીના શાસ્ત્રો રચાયા
કેવી કરુણા જગ કલ્યાણે સહેજે સમર્પાયા
અહો કળિકાળે અદ્ ભુત આશ્ચર્ય સર્જાયા
જ્ઞાની કૃપાએ સ્વરૂપના લક્ષ પમાયા
અહો કળિકાળે અદ્ ભુત આશ્ચર્ય સર્જાયા