અહો અહો દાદા બારમી આપ્તવાણી
અહો અહો દાદા બારમી આપ્તવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી
પડ્યા ફોડ સૂક્ષ્મતમે ઝબકી પ્રજ્ઞા રાણી
બુદ્ધિ ખસી સિંહાસનેથી બની નોકરાણી
અહો અહો દાદા બારમી આપ્તવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી
જડી ગેંગ સૂક્ષ્મતર અહંકાર તણી
સૂક્ષ્મતમ અહમ્ ની પતંગ કાયમ કપાણી
જડી ગેંગ સૂક્ષ્મતર અહંકાર તણી
સૂક્ષ્મતમ અહમ્ ની પતંગ કાયમ કપાણી
જાગ્યો આત્મા સદા જાગૃતિ સ્થપાણી
પ્રતિતીરૂપે પ્રગટ્યો ખૂટે અનુભવ કહાણી
અહો અહો દાદા બારમી આપ્તવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી
પ્રજ્ઞા ફલેશે જાગૃતિ આત્મપક્ષે ઝલાણી
જો પોઢાડ્યો અહંકાર સમશાન સોડ તાણી
પ્રજ્ઞા ફલેશે જાગૃતિ આત્મપક્ષે ઝલાણી
જો પોઢાડ્યો અહંકાર સમશાન સોડ તાણી
ઉદયે ન ભળતા ખપે તપશ્ચર્યા મોક્ષ તણી
સ્વ પરના સાંધે જાગૃત છેલ્લું તપ તે જ્ઞાની
અહો અહો દાદા બારમી આપ્તવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી
પાંચ માંથી એક પાળ્યે ગેરન્ટેડ મોક્ષ લ્હાણી
મા થીય વિશેષ મળ્યા મોક્ષના જ્ઞાની
પાંચ માંથી એક પાળ્યે ગેરન્ટેડ મોક્ષ લ્હાણી
મા થીય વિશેષ મળ્યા મોક્ષના જ્ઞાની
જડી પરમ કૂંચી મટી અનંત ઉપાધિ
નાચું માંથે મૂકી થઈ અનંત સમાધિ
અહો અહો દાદા બારમી આપ્તવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી
અહો અહો દાદા બારમી આપ્તવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી
પારાયણમાં પઢી રોમેરોમ છવાણી