અહો અહો આ અક્રમિક આપ્તવાણી
અહો અહો આ અક્રમિક આપ્તવાણી
અહો અહો આ અક્રમિક આપ્તવાણી
ઉલેચે અજ્ઞાન અંધાર તેજ સરવાણી
ઉલેચે અજ્ઞાન અંધાર તેજ સરવાણી
સંતપ્ત હૃદય ઠારી બનાવે આત્મસન્મુખી
સંતપ્ત હૃદય ઠારી બનાવે આત્મસન્મુખી
પ્રત્યેકાં શબ્દો કરે સૂઝ ઉર્દ્વ પરિણામી
પ્રત્યેકાં શબ્દો કરે સૂઝ ઉર્દ્વ પરિણામી
અહો અહો આ અક્રમિક આપ્તવાણી
વિશ્વાસનીય આત્માર્થે સંસારાર્થે પ્રમાણી
મોક્ષ પંથે એકમેવ દીવાદાંડી સમજાણી
મોક્ષ પંથે એકમેવ દીવાદાંડી સમજાણી
પાથરે સદા એ પ્રકાશ અહો ઉપકારિણી
પાથરે સદા એ પ્રકાશ અહો ઉપકારિણી
ખોલી ચક્ષુ હેપથી વાટ કાપ ઠોકર વિણી
ખોલી ચક્ષુ હેપથી વાટ કાપ ઠોકર વિણી
અહો અહો આ અક્રમિક આપ્તવાણી
દિવ્યાતી દિવ્ય આપ્તપુરુષ અક્રમવિજ્ઞાની
દિવ્યાતી દિવ્ય આપ્તપુરુષ અક્રમવિજ્ઞાની
દાદા શ્રીમુખે વહી વીતરાગી વાણી
દાદા શ્રીમુખે વહી વીતરાગી વાણી
અહો જગતકલ્યાણાર્થે અદ્ ભુત લ્હાણી
અહો જગતકલ્યાણાર્થે અદ્ ભુત લ્હાણી
કેવળ કારુણ્ય ભાવે વિશ્વચરણે સમર્પાણી
કેવળ કારુણ્ય ભાવે વિશ્વચરણે સમર્પાણી
અહો અહો આ અક્રમિક આપ્તવાણી