આરોપિત ભાવોની અસરો
આરોપિત ભાવોની અસરો જેણે જીવનમાં જાણી હવે
અર્પણ કરી દયો સૌ ગૂંચ હવે આ સત્ પ્રગટ્યું નિશ્ચયે
આરોપિત ભાવોની અસરો
એક પુષ્પ ખીલ્યું છે અમૂલ્ય માળી કોણ એ હવે ભાન થયું
માળીને આ એક પુષ્પ સિવાય બીજું સહુ રહ્યું પરભાર્યું
આરોપિત ભાવોની અસરો જેણે જીવનમાં જાણી હવે
અર્પણ કરી દયો સૌ ગૂંચ હવે આ સત્ પ્રગટ્યું નિશ્ચયે
આરોપિત ભાવોની અસરો
મહીંલા દર્પણમાં જોવું હવે જ્યાં ધૂળ હતી તેને ધોવી હવે
કેવળ દર્શન સ્વ સૂર્ય પ્રકાશ ઝળહળ જ્યોતિ ફેલાવે હવે
આરોપિત ભાવોની અસરો જેણે જીવનમાં જાણી હવે
અર્પણ કરી દયો સૌ ગૂંચ હવે આ સત્ પ્રગટ્યું નિશ્ચયે
આરોપિત ભાવોની અસરો
પરમાર્થિક એ જ પરમ વિનય કિંચિત્ જ્યાં પોતાપણું નહીં
અવળી સવળી સૌ માન્યતા શ્રધ્ધા કોઈની તોડાય નહીં
આરોપિત ભાવોની અસરો જેણે જીવનમાં જાણી હવે
અર્પણ કરી દયો સૌ ગૂંચ હવે આ સત્ પ્રગટ્યું નિશ્ચયે
આરોપિત ભાવોની અસરો
બહારના આંસુનો અર્થ જ શો ખારાં ચાખ્યાં તે રાગી હતા
અંદર કરુણા ઉપજે જ્યારે સ્વ અમી વીતરાગ હતા
આરોપિત ભાવોની અસરો જેણે જીવનમાં જાણી હવે
અર્પણ કરી દયો સૌ ગૂંચ હવે આ સત્ પ્રગટ્યું નિશ્ચયે
આરોપિત ભાવોની અસરો
અપૂર્વ કૃપા આ જ્ઞાનીની અર્પૂવ કૃપા એક પ્રત્યક્ષની
સજીવન મૂર્તિના લક્ષ વિના સદ્દગુરુ કયા સમજાય નહીં