અમારી આ ભૂલોની માફી માગી ને મુક્તિના માર્ગે છૂટતા જ જઈશું

દાદાના ભાવ પ્રતિક્રમણોમાં છૂટવાનું સાધન સમાઈ ગયું છે
મનથી જો માર્યું મનમાં જો વાગ્યું ભવ ભટકણનું વિઝા આ છે
તનના ઘા તો રુઝાઈ જાશે મન વાણીના ધોવાના રહેશે
મન વાણીના ધોવાના રહેશે
જેવા હતા તે જોવાના રહેશે
અમારી આ ભૂલોની માફી માગી ને મુક્તિના માર્ગે છૂટતા જ જઈશું
અમારી જ ભૂલોની માફી માંગી તમારી ભૂલોની ચોટ છે બાકી
તમારી ભૂલો અમારી રહી હવે મારી તમારી હિસાબી હતી જે
ગુનેગારને બીનગુનેગાર ઠરાવી ગુનેગારીને ગનેગારી છૂટશે
અમારી આ ભૂલોની માફી માગી ને મુક્તિના માર્ગે છૂટતા જ જઈશું
આંખોનું ઝેર ઈર્ષા અદેખાઈ અહમ્ કુરૂપી ઉધદક નબળાઈ
એક જ ગુણ જો પકડીને જોયો સીંચન થયું પરમાર્થીકઈ
સીંચન આવું શીખતા શીખતા દાદાની વાતો અનુભવમાં લેતા
અમારી આ ભૂલોની માફી માગી ને મુક્તિના માર્ગે છૂટતા જ જઈશું
સ્વયંમ સિદ્ધ શુદ્ધિ અનુભવ શ્રેણી ઉપજે હવે સહજતાથી
સહજની નિશાની નિર્દોષ વાણી નિજ દોષ દર્શન લઘુ લઘુ વર્તન
લઘુ વ્યવહારીની મહીંલી સમૃદ્ધિ નીર્લીપ્તાની મોડ નીશાની
અમારી આ ભૂલોની માફી માગી ને મુક્તિના માર્ગે છૂટતા જ જઈશું
દાદાના ભાવ પ્રતિક્રમણોમાં છૂટવાનું સાધન સમાઈ ગયું છે
છૂટવાનું સાધન સમાઈ ગયું છે
છૂટવાનું સાધન સમાઈ ગયું છે