અહો અહો આ દાદા
અહો અહો આ દાદા મહાત્માઓને
મહાવિદેહના વિઝા પામેલા પુણ્યાત્માઓને
અહો અહો આ દાદા મહાત્માઓને
મહાવિદેહના વિઝા પામેલા પુણ્યાત્માઓને
નથી રુચતું ભરતક્ષેત્રે પલ હવે
મહાવિદેહ પુગવા પરાણે સહુ જીવે
હૃદય આતુર નયન પ્યાસા
હૃદય આતુર નયન પ્યાસા સ્વામી દર્શને
છીપાવો પ્યાસ છૂટી આશ
છીપાવો પ્યાસ છૂટી આશ આલંબને
પ્રભુ પ્રેમે બાંધ્યા ન છૂટે કદિ
લજવાશે તીર્થંકરો ન ખેંચ્યા અમને યદિ
દાદાએ પકડાવ્યા પ્રભુચરણો ભાવથી
હવે રહ્યું પ્રત્યક્ષ દર્શન દ્રવ્યથી
દાદાએ પકડાવ્યા પ્રભુચરણો ભાવથી
હવે રહ્યું પ્રત્યક્ષ દર્શન દ્રવ્યથી
એક અણુ પણ ન આઘા હૃદયથી
લાખો જોજન દૂર વસો નજરુંથી
એક અણુ પણ ન આઘા હૃદયથી
લાખો જોજન દૂર વસો નજરુંથી
હૃદય આતુર નયન પ્યાસા સ્વામી દર્શને
છીપાવો પ્યાસ છૂટી આશ આલંબને
સ્વીકારો ભક્તિ સુભાવો સ્વાત્મા
અર્પણ સર્વ આપને પ્રગટ પરમાત્મા
સ્વીકારો ભક્તિ સુભાવો સ્વાત્મા
અર્પણ સર્વ આપને પ્રગટ પરમાત્મા
જન્મ કલ્યાણકે અન્ય કશું નથી ધરવાને
જન્મ કલ્યાણકે અન્ય કશું નથી ધરવાને
ગાંડાઘેલા જીવી રહ્યા સ્વામી મળવાને
ગાંડાઘેલા જીવી રહ્યા સ્વામી મળવાને
હૃદય આતુર નયન પ્યાસા સ્વામી દર્શને
છીપાવો પ્યાસ છૂટી આશ આલંબને
અહો અહો આ દાદા મહાત્માઓને
મહાવિદેહના વિઝા પામેલા પુણ્યાત્માઓને
અહો અહો આ દાદા મહાત્માઓને
મહાવિદેહના વિઝા પામેલા પુણ્યાત્માઓને