આ વિષયો એ વિષ નથી વિષયોમાં તુજ નીડરતા
એ જ વિશ્વનું વિષ છે એ જ ગુહ્યની સરળતા
આ વિષયો એ વિષ નથી વિષયોમાં તુજ નીડરતા
એ જ વિશ્વનું વિષ છે એ જ ગુહ્યની સરળતા
આ વિષયો એ વિષ નથી
જો નિડર તું સર્પ સમક્ષ તો રે વિષયોમાં નીડર
કોના વાંકે કોને દંડે હે વિચારી તું વિચાર કર
જો નિડર તું સર્પ સમક્ષ તો રે વિષયોમાં નીડર
કોના વાંકે કોને દંડે હે વિચારી તું વિચાર કર
વિષયો હતા આજ ને કાલ ને વળી રહેશે આવતી કાલ
તોય ન નડ્યા વીતરાગને રામ મહાવીર ને ગોપાલ
આ વિષયો એ વિષ નથી વિષયોમાં તુજ નીડરતા
એ જ વિશ્વનું વિષ છે એ જ ગુહ્યની સરળતા
આ વિષયો એ વિષ નથી
જેને વિનવી નોતરીયું એ જ વિષય બીજું નહીં
જેમાં કરી રમણતા એ જ વિષય બીજું નહીં
જેને વિનવી નોતરીયું એ જ વિષય બીજું નહીં
જેમાં કરી રમણતા એ જ વિષય બીજું નહીં
તપ ને ત્યાગમાં જો રમ્યો ને માણી તે મસ્તાની
તોય પડ્યો વિષયમાં સાંભળ દાદાની વાણી
આ વિષયો એ વિષ નથી વિષયોમાં તુજ નીડરતા
એ જ વિશ્વનું વિષ છે એ જ ગુહ્યની સરળતા
આ વિષયો એ વિષ નથી
મારણ છે ઇન્દ્રિયનું નથી નિરિન્દ્રિયનો ઉપાય
નહીં છોડાવે બાપો કોઈ જો રમ્યો કષાયમાં સદાય
મારણ છે ઇન્દ્રિયનું નથી નિરિન્દ્રિયનો ઉપાય
નહીં છોડાવે બાપો કોઈ જો રમ્યો કષાયમાં સદાય
પૂર્વકર્મનું ફળ વિષય પુનર્જન્મનું કારણ કષાય
દાદા જ્ઞાને ટાળ અજ્ઞાન તો છૂટે કષાય ખરે વિષય
આ વિષયો એ વિષ નથી વિષયોમાં તુજ નીડરતા
એ જ વિશ્વનું વિષ છે એ જ ગુહ્યની સરળતા
આ વિષયો એ વિષ નથી વિષયોમાં તુજ નીડરતા
એ જ વિશ્વનું વિષ છે એ જ ગુહ્યની સરળતા
આ વિષયો એ વિષ નથી
આ વિષયો એ વિષ નથી
આ વિષયો એ વિષ નથી