આ મન વચન કાયા અર્પૂ આજ રે જગત કલ્યાણને કાજ
ધ્યેય દિલમાં રાખી વર્તૂ દિવસ રાત રે જગત કલ્યાણને કાજ

પાળુ અખંડ બ્રહ્મચર્ય રે
પાળુ અખંડ બ્રહ્મચર્ય રે
જગત કલ્યાણને કાજ હો કલ્યાણને કાજ
પ્રાપ્ત થજો વાણી એવી સ્યાદવાદ રે જગત કલ્યાણને કાજ
પ્રાપ્ત થજો વાણી એવી સ્યાદવાદ રે જગત કલ્યાણને કાજ
આ મન વચન કાયા અર્પૂ આજ રે જગત કલ્યાણને કાજ
ભેદ બુદ્ધિને આપુ વિદાય રે
ભેદ બુદ્ધિને આપુ વિદાય રે
જગત કલ્યાણને કાજ હો કલ્યાણને કાજ
અભેદતા વર્તો સૌ સંગાથ રે જગત કલ્યાણને કાજ
અભેદતા વર્તો સૌ સંગાથ રે જગત કલ્યાણને કાજ
ધ્યેય દિલમાં રાખી વર્તૂ દિવસ રાત રે જગત કલ્યાણને કાજ
ઉતરું નહીં ક્યારે સ્પર્ધામાં રેે
ઉતરું નહીં ક્યારે સ્પર્ધામાં રેે
જગત કલ્યાણને કાજ હો કલ્યાણને કાજ
ગમ્મે તે નિમિત્તે પૂરો થાજો ધ્યેય રે જગત કલ્યાણને કાજ
ગમ્મે તે નિમિત્તે પૂરો થાજો ધ્યેય રે જગત કલ્યાણને કાજ
આ મન વચન કાયા અર્પૂ આજ રે જગત કલ્યાણને કાજ
ખૂણે ખૂણાનો વાળું અહંકાર રે
ખૂણે ખૂણાનો વાળું અહંકાર રે
જગત કલ્યાણને કાજ હો કલ્યાણને કાજ
માત્ર રહેજો નિર્મળ શુદ્ધ ભાવ શેષ રે જગત કલ્યાણને કાજ
માત્ર રહેજો નિર્મળ શુદ્ધ ભાવ શેષ રે જગત કલ્યાણને કાજ
ધ્યેય દિલમાં રાખી વર્તૂ દિવસ રાત રે જગત કલ્યાણને કાજ
એક જ લક્ષ અને એક જ ભાવ રે
એક જ લક્ષ અને એક જ ભાવ રે
જગત કલ્યાણને કાજ હો કલ્યાણને કાજ
અંતે પ્રગટ જો કારુણ્યતા વિશેષ રે જગત કલ્યાણને કાજ
અંતે પ્રગટ જો કારુણ્યતા વિશેષ રે જગત કલ્યાણને કાજ
આ મન વચન કાયા અર્પૂ આજ રે જગત કલ્યાણને કાજ
ધ્યેય દિલમાં રાખી વર્તૂ દિવસ રાત રે જગત કલ્યાણને કાજ
આ મન વચન કાયા અર્પૂ આજ રે જગત કલ્યાણને કાજ
જગત કલ્યાણને કાજ
જગત કલ્યાણને કાજ